અડીખમ આહીર સમાજ
રજી. નં. એ/૩૦૭૯/જૂનાગઢ
"અડીખમ આહીર સમાજ" સમાજના સર્વાંગી વિકાસ અર્થે સમસ્ત આહીર સમાજનું પોતાનું "ડિજિટલ પ્લેટફોર્મ" તૈયાર કરવા જઈ રહ્યું છે. આજની 21મી સદીમાં કોઈપણ સમાજે તીવ્ર ગતિથી વિકાસ કરવો હોય તો સામાજિક સમરસતાને અને વૈચારિક સમૃદ્ધીને પ્રાધાન્ય ફરજિયાત આપવું પડે.સક્ષમ સમાજથી સક્ષમ રાષ્ટ્ર નિર્માણની આ સફરમાં આવો સૌ સાથે મળી સમાજની સર્વાંગી વિકાસની યાત્રામાં યોગદાન આપીએ અને સહભાગી બનીએ. આ નવી શરૂઆતને આવકારીએ અને આપણાં સમાજને નવી ઉંચાઈ પર લઇ જઈએ. સાથ-સહકાર-સેવા-એકતા દ્રારા સમાજમાં સુગંધ પ્રસરાવવાનો આ પ્રયત્ન સફળ કરવા એક થઈ નેક બનીએ.
વિઝન: આહીર સમાજની એકતા અને શૌર્ય જાળવી રાખી સમસ્ત આહીર સમાજને દરેક ક્ષેત્રે વધુને વધુ સામર્થ્યવાન બનાવવો.
પ્રાથમિક હેતુ: સમસ્ત ગુજરાતમાં એક આહીર, અન્ય આહીર વ્યક્તિની મદદ વિના સંકોચે મેળવી શકે તે માટે સૌ માટેનું સહિયારું "ડિજિટલ પ્લેટફોર્મ" તૈયાર કરવું, સમાજની એકતા મજબૂત કરવી,આપણા યુવાઓને વધુ સક્ષમ બનાવવા વગેરે.
“અડીખમ આહીર સમાજ" સામાજિક સમરસતા અને સૌહાર્દ સાથે સર્વ સમાજનું અને સમાજ બંધુઓનું સમ્માન કરે છે.
આવો સૌ 'સક્ષમ સમાજથી સક્ષમ રાષ્ટ્ર નિર્માણ'ની સફરમાં સહભાગી બનીએ.
અડીખમ આહીર સમાજ Official links.
:https://www.instagram.com/adikhamahirsamaj
Page :https://www.fb.com/adikhamahirsamaj
Group :https://www.facebook.com/groups/205532330879509/?ref=share
ahir business directory ;https://www.facebook.com/groups/2760733847325969/
:https://www.youtube.com/adikhamahirsamaj
Telegram : https://t.me/adikham_ahir_samaj
Twitter : https://twitter.com/AdikhamAhir
Ahir Samaj Whatsapp groups https://drive.google.com/folderview?id=1L7IdAqE3K33yqKin19k666nE_firra2N
અડીખમ આહીર સમાજના કાર્યો અને વિભાગો
સમસ્ત આહીર સમાજને વધુને વધુ સામર્થ્યવાન બનાવવા માટે દરેક ક્ષેત્રો એક છત હેઠળ.
1. સ્પાર્ક ઓફ આહીર ઈ-મેગેઝિન (-A step towards Ideological Revolution.)
2. આહીર બિઝનેસ ડિરેક્ટરી (Real Spark of Ahir’s Businessman)
- ગુજરાતના નાના-મોટા આહીર બિઝનેસ મેન ની ચોકસાઈ પૂર્વક બિઝનેસ ડિરેક્ટરી તૈયાર કરવી જેથી B2B અને B2C બિઝનેસ કરવામાં દરેક આહીરોને સરળતા રહે અને એક આહીર બીજા આહીર ને બિઝનેસ લેવલે પ્રાથમિકતા આપી શકે.
3. આહીર માર્કેટ પ્લેસ (Ahir to Ahir Business Connectivity)
-આહીર બિઝનેસ મેન તથા નવા ઉદ્યોગ સાહસિકો પોતાની પ્રોડક્ટ તથા સર્વિસિસ નું પ્રમોશન આ પ્લેટફોર્મ પર કરી શકે અને પોતના ઉદ્યોગ-ધંધામાં પ્રગતિ કરી શકે.
4. આહીર લાઈવ બ્લડ ડોનર્સ (Emergency free Blood Service for all)
- ગુજરાતના દરેક તાલુકા અને જીલ્લાઓમાં કોઈ પણ હોસ્પિટલમાં દાખલ કોઈ પણ દર્દીને બ્લડની જરૂર પડે તો તાત્કાલિક બ્લડની વ્યવસ્થા કરાવવી. (માનવતાની દ્રષ્ટિએ દરેક સમાજ માટે ફ્રી સેવા)
5. આહીર મહિલા સશક્તિકરણ (Power of Ahir’s Women)
- શિક્ષણ અંગે જાગૃતિ,
- રૂઢિચુસ્તતા અને કુરિવાજો સામે લેવાના પગલાંઓ,
-બેનોને પુરતી સ્વતંત્રતા મળી રહે તે માટેના પગલાંઓ,
-સ્વતંત્રતા મળ્યા બાદ તે સ્વતંત્રતા સ્વછંદતામાં ન પરિણમે તે માટેના પગલાંઓ,
-Parenting(વાલીપણા) અંગે માર્ગદર્શન,
- મહિલાઓ પોતપોતાના ક્ષેત્રે નેતૃત્વ કરે તે માટે જાગૃત કરવી
-બેનોના અન્ય પ્રશ્નોના નિરાકરણ.... વગેરે...
6. આહીર વિદ્યાર્થી પરિષદ (Power of Ahir’s Future)
- ક્લાસ 1-2 ઓફિસર્સ તૈયાર કરવા
- ઓનલાઈન GPSC, UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો ચલાવવા
-કોલેજ વાઈઝ વિદ્યાર્થીઓના ગૃપ્સ બનાવવા જેથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની મદદ કરી શકે (નહીં કે ખોટી સ્ટ્રાઈક કે વિવદોમાં પડી પોતાનો કિંમતી સમય વેડફે)
-સ્પોકન ઈંગ્લિશના ફ્રી ઓનલાઈન ક્લાસ કરવવા
-વિદ્યાર્થીને ઉપયોગી માર્ગદર્શન આપવા વેબીનાર તથા સેમિનારોનું આયોજન કરી સાચી દિશામાં દોરવા.... વગેરે...
(સક્ષમ રાષ્ટ્ર બનાવવા માટે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફ્રી ક્લાસિસ ઓપન)
7. આહીર વિવિધ સહાય યોજનાઓ (A needy will be Served)
- ટ્રસ્ટ કેપેબલ થાય ત્યારે જરૂરીયતમંદોને (શિક્ષણ, મેડિકલ તથા અન્ય જરૂરી ક્ષેત્રે) નિયમોનુસાર આર્થીક સહાય કરવી.
8. આહીર ખેડૂત મંચ - (The Foundation of Ahir’s Prosperity)
-ખેડૂતોને ઓર્ગેનિક તથા વૈજ્ઞાનિક ઢબે ખેતી અંતર્ગત માર્ગદર્શન આપવું.
-ખેતી વિષયક નવી-નવી ટેક્નોલોજીથી અવગત કરવવા.
-આ અંતર્ગત વેબિનાર તથા સેમિનારોનું આયોજન કરવું.
- ખેડૂતોને લગતા ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નોને વાચા આપવામાં મદદરૂપ થવું.
9. આહીર પત્રકાર મંચ (Power of Ahir’s Journalists)
- આપણા સમાજમાં થતી સારી પ્રવૃત્તિઓને ડિજિટલ તથા પ્રિન્ટ મીડિયા દ્વારા દરેક લોકો સુધી પહોંચાડવી અને સમાજને પ્રેરણારૂપ
10. આહીર રોજગાર કેન્દ્ર (Placement Platform for all Ahir)
11. આહીર જ્ઞાતિ વાડીઓ અને જ્ઞાતિ ગૃપ્સ. (Asharo, Visamo, Madad)
12. આહીર ચર્ચા મંચ (Healthy Discussion for Cast & Nation’s Prosperity)
13. આહીર એન.આર.આઈ.’સ વિંગ (Our Ahir NRI’S, Our proud )
14. આહીર લગ્ન વિષયક (Soul meets Soul)
-આહીર યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદગી માટે એક સિક્યુર ડિજિટલ પ્લેટફોર્મ પુરૂં પાડવું.
15. આહીર રક્ષક સમિતિ (Haiyana Het thhi Samajnu Hit)
16. આહીર સંસ્કાર કેન્દ્ર (The Formation of the Younger Generation)
17. આહીર કાયદા મંચ (Legal awareness and Ahir Laws for prosperous Community)
19 આહીર કર્મયોગી મંચ
20. આહીર સમાધાન પંચ
20 AAST કેપ્ટન્સ (Spirit of social work for our community)
-અડીખમ આહીર સમાજ ટ્રસ્ટના કાર્યોના પ્રચાર અને પ્રસાર અર્થે તથા સમાજ માટે ગ્રાઉન્ડ લેવલે કાર્યો કરવા માટે સક્રિય ટીમ.
નોંધ : આ બધા વિભાગો સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરી સમાજના દરેક લોકોના હકારાત્મક સૂચનો અને મંતવ્યોના આધારે આ કાર્યોમાં તથા અમુક વિભાગોની કાર્યશૈલીમાં સુધારા-વધારા કરવામાં આવશે.
સવિશેષ નોંધ :
સમાજના સામાન્ય વ્યક્તિ કે શ્રેષ્ઠી દરેકના હકારાત્મક અને સમાજઉપયોગી મંતવ્યો સ્વીકારવામાં આવશે સાથે જ કોઈને પણ AASTની કાર્યપ્રણાલી અને તેના વિભાગોમાં થતા કાર્યો તથા અન્ય કોઈ પણ બાબતે કશું જ નકારાત્મક પાસું જણાય તો તેની સીધી જાણ ટ્રસ્ટ તથા ટીમને ટેલિફોનિક કરવી અથવા તો ટ્રસ્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર મેઈલ કરવો.
Mail : adikhamahirsamaj@mail.com
(9081600013, 9512600013, 9510807017, 9725458505)
રાહુલ ચોચા
પ્રમુખ સેવક
અડીખમ આહીર સમાજ ટ્રસ્ટ
PAN : | AAITA0231D |
---|---|
Address : | Office no 9, Sakar Residency, Opp Karadiya Kanya Chhatralay, Vanthaali Road |
Taluka : | Junagadh |
District : | Junagadh |
State : | Gujarat |
Country : | India |
Services : | Organisation |